મોરબી : 66 વર્ષના ડો.અનિલ પટેલે અમદાવાદની મેરેથોન દોડમાં દ્વિતીય નંબર મેળવ્યો

- text


અનેક મેરેથોન સ્પર્ધામાં ભાગ લઈને દોડવીર તરીકે ઓળખ મેળવનાર ડો અનિલ પટેલની વધુ એક સિદ્ધિ

મોરબી : મોરબીના બુઝુર્ગ ઓર્થોપેડિક સર્જન ડો. અનીલ પટેલે મેરેથોન દોડમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં અમદાવાદ ખાતેની મેરેથોન દોડમાં ડો.અનિલ પટેલે દ્વિતીય નંબર મેળવ્યો છે. જો કે 66 વર્ષની જૈફવૈયે પણ અનેક મેરેથોન સ્પર્ધામાં ભાગ લઈને શ્રેષ્ઠ દોડવીર તરીકે બિરુદ મેળવનાર ડો. અનિલ પટેલે વધુ એક મેરેથોનમાં ઉત્કૃષ્ઠ પર્ફોર્મન્સ આપીને મોરબીનું ગૌરવ વધારવાની સાથે જૈફવૈયના લોકોને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.

મોરબીના ઓર્થોપેડિક સર્જન ડો.અનિલ પટેલે અમદાવાદ ખાતે ગઈકાલે તા.15 ડિસેમ્બરના રોજ બી સફલ દ્વારા યોજાયેલ છઠ્ઠી મેરેથોન દોડ સ્પર્ધા અંતર્ગત 60 કે તેથી વધુ વર્ષની કેટેગરીમાં 10 kmની મેરેથોન દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ડો. અનિલભાઈ પટેલે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને ફરી એકવાર મેરેથોન સ્પર્ધામાં શ્રેષ્ઠ દોડવીર તરીકેની સિદ્ધિ મેળવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હાલની બેઠાડુ અને ભાગદોડ વાળી જીવનશૈલીને કારણે 50 વર્ષ સુધીમાં માણસ બીમારીઓના સંકજામાં સપડાઈ જાય છે અને 60 વર્ષ પછી તો માણસો અસાધ્ય રોગોનો ભોગ બની જાય છે ત્યારે જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો.અનિલ પટેલે 66 વર્ષની જૈફ વયે યુવાનો જેવું ખડતલ શરીર ધરાવે છે. તેઓ નિયમિત વ્યાયામ કરીને શરીરને એકદમ ચુસ્ત અને ફિટ રાખે છે. શરીરને ચુસ્ત રાખવા નિયમિત દોડવા સાહિતનો શારીરિક વ્યાયામ કરતા હોવાથી તેમણે મેરેથોન દોડમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને તેમની કુશળ કાબેલિયતને કારણે તેઓએ અનેક મેરેથોન સ્પર્ધામાં સિદ્ધિઓ મેળવીને એક શ્રેષ્ઠ દોડવીર તરીકે બિરુદ મેળવ્યું છે.જે તેમની ઉંમરના લોકો માટે પ્રેરણાદાયી છે.

- text