માર્ગદર્શન અન્યવે હાઈસ્કૂલના છાત્રો પોલીસ મથકની મુલાકાતે

પોલીસની કામગીરી સમજવા માળીયાની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પહોંચ્યા પોલીસ મથકે 

માળીયા (મી.) : માળીયા મી.ની જોશી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ મથકની મુલાકાત લીધી.
માળીયા પોલીસ સ્ટેશનના અધીક્ષક વાણીયા સાહેબે વિધાર્થીઓને પોલીસની કામગીરી સવિસ્તાર સમજાવી લો’કપ રૂમ, વાયરલેસ રૂમ, રાઈટર રૂમ અને પોલીસ દ્વારા વપરાતા હથિયારોની માહિતી આપી હતી. પોતાના કાયદાકીય હક્ક અને નાગરિક તરીકેની ફરજની સમજણ આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તેવો સંદેશો આપ્યા બાદ અધીક્ષક વાણીયા સાહેબે વિધાર્થીઓને અલ્પાહાર કરાવ્યો હતો. પોલીસની ફરજ અને જવાબદારી તેમજ કાર્યશૈલી સમજી વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા.