મોરબી સિરામિક એસોસિયેશન તથા SGST દ્વારા વેરા સમાધાન યોજના અંગે સેમિનાર યોજાયો

- text


સીફોર્મના સૌથી મોટા જટિલ પ્રશ્નનું નવી કર સમાધાન યોજનામાં નિરાકરણ આવશે : જીએસટીના અધિકારીઓએ કર સમાધાન યોજનાની સંપૂર્ણ માહિતી આપી

મોરબી : મોરબીમાં આજે સીરામીક એસોસિએશન અને SGSTના સંયુક્ત ઉપક્રમે નવી કર સમાધાન યોજના અંગે સેમનીર યોજાયો હતો. જેમાં SGSTના અધિકારીઓએ નવી કર સમાધાન યોજના અંગે ઉધોગકારોને મુંઝવતા પ્રશ્નોનું સમાધાન કર્યું હતું અને આ યોજનોનો લાભ લઈને કેવી રીતે ઉધોગોના હિતમાં ફાયદો લઈ શકાય તે અંગે અધિકારીઓએ ઉધોગકારોને વિસ્તૃત માહિતી આપી હતી.

- text

મોરબી સિરામિક એસોસિયેશન અને એસ.જી.એસ.ટી ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે આજે એસોસિયેશન હોલ ખાતે રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલી નવા સુધારા સાથેની વેરા સમાધાન યોજના – 2019 વિશે સંપૂર્ણ માહિતી આપતો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં SGST જોઇન્ટ કમિશ્નર ત્રિવેદી, જોઇન્ટ કમિશ્નર શેખ, ડેપ્યુટી કમિશ્નર ડૉ. બી. કે. પટેલ, અને ડેપ્યુટી કમિશ્નર ગોયાણીએ હાજર રહીને નવી જાહેર કરાયેલ વેરા સમાધાન યોજના બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.

અધિકારીઓએ ઉધોગકારોને નવી કરવેરાની યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કર યોજના અને સીરામીક ઉધોગકારોને સૌથી મોટા સી ફોર્મના જટિલ પ્રશ્નનું આ કર સમાધાન યોજનામાં સુખદ ઉકેલ આવશે. ફિક્સ ડિપોઝીટ, ટેક્સ અને રિટર્ન અને વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું હતું. કર રાહત અંગે ઉધોગકારોને મુંઝવતા પ્રશ્નો પણ દૂર કર્યા હતા. એકંદરે ઉધોગકારો તથા વેટનું કામ કરતા કન્સલ્ટન્ટોને આ નવી કર સમાધાન યોજનાનો કેવી રીતે ફાયદો થઈ શકે તે અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. જ્યારે સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ નવી કર સમાધાન યોજના અંગે સુધારા કરવાની સીરામીક એસોની રજુઆત બાદ સરકારે ઉધોગોના હિતમાં કેટલાક જરૂરી સુધારા વધારા કર્યા બાદ આજે આ યોજનાની જાણકારી આપવા માટે જીએસટી વિભાગ દ્વારા સંપૂર્ણપણે માહિતી આપવામાં આવી તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

- text