હળવદના અપહરણના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો આરોપી ઝડપાયો

- text


હળવદ : રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવી છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલાની સુચના અન્વયે સ્કવોડના હેઙ કોન્સ. મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર સહિતનાએ હળવદ પોલીસ સ્ટેશેનના રણછોડગઢ ગામેથી સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા-ફરતા આરોપી અલ્પેશ ગણેશભાઇ મઢુતરીયા રહે. સરંભડા તા.હળવદ હાલ- ગામ ગોલાસણ અનીલભાઇ ગઢવીની વાડીએ વાળાને મળેલ હકીકત આધારે ગોલાસણ ગામેથી ઝડપી લેવામાં આવ્યો હતો અને હળવદ પોલીસ સ્ટેશને ખાતે સોંપવામાટે તજવીજ કરવામાં આવી છે.

- text