મોરબી : લાયસન્સ નગરના પ્રશ્નનો હલ કરવા નગરપાલિકાને આપ દ્વારા રજુઆત

- text


દરેક વિસ્તારમાં રાત્રી સભાઓ કરી જે તે વિસ્તારની સમસ્યાઓ તંત્ર સુધી પહોંચાડવા માટે આમ આદમી દ્વારા ચલાવતી લડત

મોરબી : મોરબીમાં દરેક વિસ્તારમાં રાત્રી સભા યોજીને જે તે વિસ્તારોની સમસ્યા ઉકેલવા માટે તંત્રને ઢંઢોળવા માટે મોરબી.જિલ્લા આમ આદમી પાર્ટીએ લડત શરૂ કરી છે.જેમાં આમ આદમી પાર્ટીએ લાયન્સનગરમાં રાત્રી સભા યોજીને તે વિસ્તારના પ્રાણ પ્રશ્નો સાંભળીને પાલિકા તંત્ર સુધી પહોંચડાયા છે અને લાયન્સનગરના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પાલિકા તંત્રને રજુઆત કરી છે.

- text

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા હાલ મોરબી શહેરમાં દરેક વિસ્તારમાં દર શનિવારે રાત્રી સભાઓ કરી પ્રજાની સમસ્યાઓ સાંભળીને તંત્ર સુધી પહોંચાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે ગત ૩૦ને શનિવારના રોજ શનાળા બાય પાસ પાસે આવેલ લાયન્સ નગર ખાતે રાત્રી સભા યોજવામાં આવી હતી અને સ્થાનિક રહીશો અને આગેવાનોએ આમ આદમી પાર્ટી સમક્ષ પોતાના પ્રશ્નોની વ્યથા રજૂ કરી હતી.તંત્રની બેદરકારીના કારણે વર્ષોથી આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો અણઉકેલ હોવાથી સ્થાનિક લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરતા આમ આદમી પાર્ટીના અગ્રણીઓ સમક્ષ લાયન્સનગરમાં ડોર ટુ ડોર રોજ કચરો લેવા કોઈ આવતું ન હોવાનું મચ્છર મારવા દવાનો છટકાવનો અભાવ ,ભૂગર્ભ નિકાલની તકલીફ.મેઈન રોડ પર અને શેરીઓ માં સ્ટ્રીટ લાઈટ બંધ.સફાયનો અભાવ,લાયન્સનગર શેરી નંબર ૧ અને ૨માં રોડ ન હોવાનું અને પીવાનું પાણી તથા ઉકારડાઓના ગંજ ખડકાયા હોવાની સમસ્યાઓ રજૂ કરી હતી.આથી લાયન્સનગરના આ તમામ પ્રશ્નો અંગે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને પ્રજાહિત પ્રશ્ને તાત્કાલિક તપાસ કરાવવી સમસ્યાઓનું સમાધાન કરવાની રજુઆત કરવામાં આવી હતી.

- text