સરતાનપર રોડ ઉપર પેપરમિલમાં મજૂરો વચ્ચે બઘટાડી : ચારને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપર આવેલ પેપર મિલના કારખાનામાં મજૂરો વચ્ચે મારામારી થઈ હતી.આ મારામારી ચાર મજૂરોને ઇજા થઇ છે.તેમાંથી બે મજૂરોને વધુ સારવાર અર્થે રાજકોટ ખેસેડાયા છે.વાંકાનેર પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મારમારીની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર આવેલ સોપાન પેપર મિલમાં મજૂરોના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.જેમાં પૈસાની લેતી દેતી મુદ્દે ઉંચા અવાજે વાત કરતા હોય શાંતિથી વાત કરવાનું કહેતા મામલો બીચકાયો હતો અને મજૂરો લાકડી લઈને સામસામે આવી ગયા હતા.જેમાં મજૂરો વચ્ચે લાકડી વડે તથા છુટા હાથની મારામારી થઈ હતી.આ મારમારીમાં રૂસ્તમકુમાર અરુણસિંગ ઉ.વ.35, રામભવન જનરી ગુપ્તા ઉ.વ.20,અશોકકુમાર વર્મા ઉ.વ.21 અને કામત ઉર્ફે નથુ મૈયાદીન રાજપૂત ઉ.વ.26 નામના ચાર મજૂરોને ઇજા થતાં તેમને મોરબી સારવાર અર્થે ખેસાડ્યા છે.તેમાંથી બે મજૂરોને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.આ મારમારીની ઘટનામાં રૂસ્તમ, રામભવાન, સંતોષકુમાર, બ્રિજેશ્વર અને મદનકુમાર સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


- text