મોરબીમાં શાકભાજીની ભારે આવકથી ભાવોમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત

- text


મોરબી : મોરબીમાં શિયાળાની ધીમીગતિએ આગમન થતાની સાથે માર્કેટમાં શાકભાજીની મબલખ આવક થઈ છે.શાકભાજીની મબલખ આવક થતા જ ગૃહિણીઓને રાહત થઈ છે.શિયાળામાં ઉંધીયું સહિતની શાકભાજીની ચટાકેદાર વાનગીઓ બનાવવા માટે ગૃહિણીઓને સારો એવો ફાયદો થયો છે.આ શાકભાજીની આવક વધતા અગાઉ જે ભાવો ભડકે બળતા હતા તેમાં રાહત થઈ છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628

- text


મોરબીમાં શિયાળાનું ધીમીગતિએ આગમન થતાની સાથે શાકભાજીની સારી એવી આવક થઈ છે.શાકભાજીની ધૂમ આવક થતા ભાવોમાં રાહત થઈ છે.જેમાં બટેકા, ડુંગળી,કોબીચ,ફુલાવર,મેથી,દૂધીના ભાવોમાં થોડા વધારો છે.ભીંડો,ટમેટા,ડુંગળી લીલી,વટાણા,ટીડોળા, લીંબુ,લીલી ચોરી,રીગણાં સહિતના શાકભાજીના ભાવોમાં ધટાડો થયો છે.જ્યારે શાકભાજીના કિલો દીઠા ભાવમાં બટેકામાં 10 દિવસ પહેલા રૂ.20માંથી વધીનેરૂ.25, ડુંગળી સૂકીના રૂ.40માંથી વધીને રૂ.60ની કિલો, કોબીચ રૂ.40માંથી વધીને રૂ.50, લીલી ચોરી રૂ.70માંથી રૂ.80, ફુલાવરરૂ.50માંથી વધીને રૂ.60 અને મેથી રૂ.50માંથી વધીને રૂ.60,દૂધી રૂ.40માંથી વધીને રૂ.50 થયા છે.તેમજ ભીંડો રૂ.80માંથી ઘટીને રૂ.60, ટમેટા રૂ.60માંથી રૂ.50,વટાણા રૂ.200માંથી 150, મરચા રૂ.40, ટીડોળા રૂ.80માંથી 60 ,લીંબુ રૂ.70માંથી ઘટીને રૂ.50 થયા છે.જોકે શાકભાજીની આવક વધતાની સાથે શાકમાર્કેટમાં પાંખી હાજરી જોવા મળે છે.જોકે શાકભાજીની આવક વધે એટલે શેરીએ ગલીએ અને ગામડે ગામડે ખેડૂતો સહિતના લોકો શાકભાજી વેચવા નીકળતા હોય છે.એથી શાકમાર્કેટમાં ભીડ ઓછી જોવા મળે છે.શાકભાજીની આવક વધતા અમુક શાકભાજીના ભાવોમાં અંકુશ આવતા શિયાળામાં ચટાકેદાર ઉંધીયું બનાવવા માટે ગૃહિણીઓને રાહત થઈ છે.

- text