મોરબી : સીરામીક ફેકટરીમાં શ્રમિકની હત્યા

- text


મોરબી તાલુકા પોલીસે હત્યાના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાંથી આજે એક શ્રમિકની લાશ મળી આવી હતી.આ બનાવમાં તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રમિક યુવાનની માથાના ભાગે બોથર્ડ પ્રદાર્થના ઘા ઝીકીની હત્યા કર્યાનું ખુલ્યું છે.હાલ તાલુકા પોલીસે આ હત્યાના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628

- text


આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી નજીક લખધીરપુર રોડ ઉપર આવેલ સિવેન સીરામીક ફેકટરીના લેબર કવાર્ટરની અગાશીમાંથી આજે વિજય ખીમજીભાઈ ગણાવા ઉ.વ.21 નામના મજૂરની લાશ મળી આવી હતી.આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો અને શર્મિકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી છે.પોલીસની તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું છે.જેમાં આ સીરામીક ફેકટરીમાં કામ કરતો આ મૃતક યુવાન ગતરાત્રીએ સીરામીક કંપનીના પોતાના મજૂર ક્વાર્ટરની અગાશી પર સૂતો હતો અને કોઈએ માથાના ભાગે બોર્થડ પદાર્થના ઘા ઝીકીને આ યુવાનની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે.જોકે આ યુવાનની કોણે અને શું કામ હત્યા કરી તે બાબતે ભારે રહસ્ય સર્જાયું છે.હાલ તાલુકા પોલીસે આ રહસ્યમય હત્યાના બનાવનો ભેદ ઉકેલવાની તપાસ હાથ ધરી છે.

- text