મોરબી : માર્કેટીંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવો મળતા રોષિત ખેડૂતોએ હરરાજી કરાવી બંધ

- text


વેપરીઓએ એક સરખોજ કપાસના નીચો ભાવ રાખતા ખેડૂતો વિફર્યા : ખેડૂતોએ હરરાજી અટકાવીને વિરોધ કર્યો

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજે કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો હતો.વેપરીઓએ કપાસનો એકસરખો નીચો ભાવ રાખતા ખેડૂતો વિર્ફયા હતા.અને પોતાનો કપાસનો માલ માર્કેટીંગ યાર્ડમાં સ્થગિત કરી હરરાજી બંધ કરાવીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મોરબીમાં મહા વાવાઝોડાની અગાહીના પગલે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ બે ત્રણ દિવસથી માર્કેટીંગ યાર્ડ ધમધમી ઉઠ્યું છે.જોકે હાલ ખેતરોમાં કપાસનો પાક ઉતરી રહ્યો હોવાથી મોરબી પંથકના ખેડૂતો કપાસના વેચાણ માટે માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે.દરમિયાન આજે માર્કેટીંગ યાર્ડમાં આશરે 300 જેટલા ખેડૂતો અંદાજીત હજારો મણ કપાસની ગાંસડીઓનો માલ લઈ આવ્યા હતા.કપાસની ખરીદી કરનાર વેપરીઓએ સારા કપાસનો ભાવ પણ નીચો રાખ્યો હતો.જેમાં વેપરીઓએ કપાસનો ભાવ રૂ.850 થી રૂ.950 સુધીનો જ ભાવ રાખ્યો હતો.જોકે આ કપાસનો ભાવ રૂ.1 હજારથી રૂ.1100 ની આસપાસ હોવો જોઈએ.એના બદલે સારા કપાસ અને અન્ય કપાસનો ભાવ નીચો રાખતા ખેડૂતો વિફર્યા હતા અને ખેડૂતોએ પોતાના કપાસનો માલ માર્કેટીંગ યાર્ડમાં સ્થગિત કરીને હરરાજી બંધ કરાવી હતી.કપાસના ઓછા ભાવથી ખેડૂતોમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text