ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નારણકા ગામમા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી કરાઈ

- text


મોરબી : ગઇકાલે મોરબી તાલુકાના નારણકા ગામમાં ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો. સંજય જીવાણીની હાજરીમાં તમામ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર સ્ટાફને નારણકા ગામમાં મૂકી અને તમામ ઘરની મુલાકાત કરી દરેક વ્યક્તિને ડેન્ગ્યુ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. તેમજ ઘરમાં રહેલ પ્લાસ્ટિકની ટાંકી, સિમેન્ટના ટાંકા, પક્ષી કુંડ, ફ્રીઝની ટ્રે, ટાયર, નકામા પાત્રો તપાસી અને તેમાં રહેલા પોરાનો નાશ કરવામાં આવેલ હતો. તદઉપરાંત, ગામમાં આવેલ રામજી મંદિરમાં એક શિબિરનું આયોજન કરી અને વિડીઓ દ્વારા હાજર રહેલા તમામ ગ્રામજનોને ડેન્ગ્યુ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text