મોરબીની નટરાજ ફાટકે સલામતીની દીવાલ તૂટી જતા અબોલ જીવ અને વાહન ચાલકો પર જાનનું જોખમ

- text


ટ્રેનની હડફેટે અનેક અબોલ જીવો ચડી ગયા, તંત્ર દિવાલનું યોગ્ય રીનોવેશન કરે તેવી માંગ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ ફાટકે સેફટી દીવાલ તૂટી જતા આ ખુલ્લી જગ્યાએ ધસમસતી ટ્રેનની હડફેટે અનેક અબોલ જીવો ચડી ગયા છે.આથી સેફટી દીવાલ તૂટી જતા આ ખુલી જગ્યાએ ધસમસતી ટ્રેનથી અબોલ જીવોની સાથે વાહન ચાલકો પર જાનનું જોખમ સર્જાયું છે તેથી રેલવે તંત્ર આ દિવાલનું યોગ્ય રીતે રીનોવેશન કરે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.

- text

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે રેલવે લાઈનની અડોઅડ આવેલી સેફટી દીવાલ છેલ્લા ઘણા સમયથી તૂટી ગઈ છે.આ સેફટી દીવાલ તૂટી જવાથી રેલવે લાઈન એકદમ ખુલ્લી થઈ ગઈ છે.જેથી ખુલ્લી થઈ ગયેલી રેલવે લાઈનમાં ટ્રેન ધસમસતી નીકળતી હોય ત્યાં રખડતા ઢોર ઘણીવાર ટ્રેનની હડફેટે ચડી ગયા છે.ટ્રેનની હડફેટે ચડી જવાથી અનેક અબોલ પશુઓએ જીવ ગુમાવ્યા છે.નટરાજ ફાટકથી થોડે આગળ પુલ પૂરો થાય ત્યાં રેલવે લાઈનની બાજીમાં આવેલી સેફટી દીવાલ તૂટી ગઈ હોવાથી ધસમસતી ટ્રેનને કારણે અબોલ જીવોની સાથે વાહન ચાલકોને જીવ પર જોખમ ઉભું થયું છે.જોકે ટ્રેનની હડફેટે જ્યારે જ્યારે કોઈ અબોલ જીવ ચડી જાય ત્યારે ખાસ્સો સમય સુધી ટ્રેન રોકાવી દેવી પડે છે.તેથી રેલવે તંત્ર આ દીવાલનું યોગ્ય સમારકામ કરે તેવી માંગ ઉઠી છે.

- text