નેશનલ હાઇવેથી માળીયા સુધીના રોડના નવીનીકરણ માટે રૂ. ૧ કરોડ મંજૂર

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી

- text

માળીયા (મીં) : માળીયા (મીં) નેશનલ હાઇવેથી માળીયા (મીં) શહેર સુધીનો જે એપ્રોચ રોડ બિસ્માર હતો. તેને રિસેર્ફેસિંગ અને મજબૂતિકરણ કરવાની માંગણી મોરબી – માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરેલ હતી. તે અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાસ અંગભૂત યોજના હેઠળ આ નેશનલ હાઇવેથી માળીયા (મીં) એપ્રોચ રોડને મંજૂર કરીને જોબ નંબર ફાળવવામાં આવેલ છે. આમ, સત્વરે રૂ. ૧ કરોડના ખર્ચે નવીનીકરણના કામનું ટેન્ડર તાત્કાલિક બહાર પડે તે માટે કાર્યપાલક ઇજનેર, પંચાયતને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખાસ તાકીદ કરી છે. આમ સાત વર્ષથી વધુ સમય સુધી આ રસ્તાનું રિસેર્ફેસિંગ થયું ન હતું. તેને હવે મજબૂતિકરણ કરવાની યોજના હેઠળ મંજૂર કરાવવામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાને સફળતા મળી છે.

- text