માળીયા નજીક ટેન્કર અને બે લકઝરી બસ વચ્ચે ટ્રિપલ અકસ્માત

- text


અકસ્માતને પગલે બેથી ત્રણ કિમિ સુધી ભારે ટ્રાફિકજામ

માળીયા : માળીયા કચ્છ હાઇવે ઉપર સુરજબારીના પુલ નજીક આજે એક ટેન્કર અને બે લકઝરી બસ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે થી ત્રણ વ્યક્તિને નાની મોટી ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. જ્યારે આ ટ્રિપલ અકસ્માતને પગલે બેથી ત્રણ કિમિ સુધી ટ્રાકીકજામ સર્જાયો હતો. તેથી માળીયા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને ટ્રાફિક કિલિયર કરવાની કામગીરી હાથ ધરી છે.

આ ટ્રિપલ અકસ્માતની જાણવા મળતી વિગતો અનુસાર માળીયા મિયાણા કચ્છ હાઇવે ઉપર સામખીયારી પાસે સુરજબારીના પુલ ઉપર દેવ સોલ્ટની બાજુમાં આજે બે ખાનગી લકઝરી બસ અને એક ટેન્કર વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો હતો.જેમાં આગળ જઇ રહેલા ટેન્કરની સાથે એક ખાનગી લકઝરી બસને ટક્કર થયા બાદ પાછળ આવતી બીજી લકઝરી બસ પણ આ બન્ને વાહનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે બેથી ત્રણ કિમિ સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગળ જઈ રહેલા ટેન્કર પાછળ બે ખાનગી લકઝરી બસો અથડાઇ હતી.

- text

આ લકઝરી બસ કચ્છ તરફ જતી હતી. આ ટ્રિપલ અકસ્માતમાં બેથી ત્રણ વ્યક્તિને નાની મોટી ઇજા થઇ હતી. જ્યારે આ બનાવની જાણ થતાં 108 ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. પરંતુ 108ના ડ્રાઇવર દાઉદભાઈના જણાવ્યા મુજબ આ અકસ્માતથી બે ત્રણ કિમિ સુધી ટ્રાફિકજામ થવાથી 108ને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. હાલ 108 ઘટનાસ્થળે પહોંચીને ઇજગ્રસ્તોને સારવાર અર્થે માળીયા હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી છે. તેમજ માળીયા પોલીસે ઘટનાસ્થળે ટ્રાફિકજામ કિલિયર કરવાની કામગીરી હાથ ધરી છે.

- text