ટંકારા અને વાંકાનેરમાં અચાનક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા, જુઓ વિડિઓ

- text


આ કમોસમી વરસાદથી ખેડૂતોને ફરીથી મોટું નુકસાન થવાની ભીતિ

ટંકારા : ટંકારા પંથકમાં અને વાંકાનેરમાં આજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને હવામાનમા અચાનક ફેરફાર બાદ ગાજવીજ સાથે વરસા ઝાપટા પડ્યા હતા. જ્યારે મોરબીમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.

ટંકારા પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં વરસાદી ઝાપતાના કારણે ઠેરઠેર પાણી વહી નિકળા હતા. આ કમોસમી વરસાદથી તલીને મગફળી કપાસ સહિતના પાકને નુકસાન થાય તેવી ભીતિથી ખેડૂતો ચિંતિત બની ગયા છે. બરફના કરાની જેમ પડેલા વરસાદથી ગામની બાર પાણી નિકળી ગયા હતા.હજી આંકાશ અંધકાર અને ગાજવીજ ચાલુ હોવાનું જાણવા મળે છે. તેથી ખેડૂતો વધુ ચિંતાતુર બની ગયા છે.

- text

જ્યારે જયારે વાંકાનેરના પ્રતિનિધિ હરદેવસિંહ ઝાલાના જણાવ્યું મુંજબ વાંકાનેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. વાંકાનેરમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

- text