મોરબી : એક લાખથી વધુ રોકડ રકમ સાથે જુગાર રમતા 5 પકડાયા

- text


મોરબી : મોરબીમાં રહેણાંક મકાનમાં રૂ. 1,00,500ની રોકડ રકમ સાથે જુગાર રમતા 5 આરોપીઓની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે ધરપકડ કરી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરદાન ગઢવીને મળેલ બાતમી મુજબ આરોપી નિલેશ અગેચણીયા કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગારનો અડ્ડો ચાલે છે. બાતમીના આધારે પોલીસે જુગારના અડ્ડા પર રેડ પાડતા આરોપી નીલેશના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 5 શખ્સોને રૂ. 1,00,500ની રોકડ રકમ સાથે પકડી ગુનાની નોંધણી કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

જુગાર રમવાના ગુનામાં મોરબીમાં રહેતા નિલેશ અગેચણીયા (રહે. પ્રજાપતિના કારખાનાની બાજુમાં, અમરેલી રોડ, વિસીપરા), વિજય સાંતલપરા (રહે. ફૂલછાબ કોલોની, વિસીપરા), દિપક પંસારા (રહે. ખાદી કાર્યાલય સામેની શેરી, વિહોત માતા મંદિર પાસે), ચંદુ અગેચણીયા (રહે. પ્રજાપતિના કારખાનાની પાછળ, વાડી વિસ્તાર, અમરેલી રોડ) તથા ઇકબાલ સુમરા (રહે. મદીના સોસાયટી, નુરી પાનની બાજુમાં, વિસીપરા)ની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા તથા દશરથસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મિયાત્રા સહિતના પોલીસ સ્ટાફ કાર્યવાહીમાં જોડાયા હતા.

- text