ચરાડવામાં મહાકાળી આશ્રમ દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન

હળવદ : હળવદના ચરાડવા ગામમાં મહાકાળી આશ્રમમાં દયાનંદગીરી મહારાજ તથા શિષ્ય અમરગીરી મહારાજની ઉપસ્થિતિમાં મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં કશ્યપભાઈ જોશી (કચ્છ)ના વ્યાસપીઠ સ્થાને વિશ્વ કલ્યાણ અર્થે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવ તથા રુદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો આરંભ આગામી તા. 29/10/2019ના રોજ મંગળવારે ભાઈબીજના દિવસથી થશે. કથાનો સમય સવારે 9થી 12 તથા બપોરે 3થી 6નો રહેશે. શિવ મહાપુરાણ કથાના રસપાન માટે દયાનંદગીરી મહારાજ દ્વારા ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.