નેશનલ લેવલ ફીઝીયોથેરાપી કોન્ફોરન્સમાં ભાગ લેતા મોરબીના ફીઝીયોથેરાપિસ્ટ

- text


ડો. ભાવેશ ઠોરીયાએ જડબાને લગતી તકલીફો અંગે માર્ગદર્શન આપ્યુ

મોરબી : પ્રતિવર્ષ નેશનલ લેવલની ફીઝીયોથેરાપી કોન્ફોરન્સનુ આયોજન કરવામા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે વડોદરા B.I.T.S. ફીઝીયોથેરાપી કોલેજ ખાતે નેશનલ લેવલ કોન્ફોરન્સ તાજેતરમા યોજાઈ હતી. જેમા ભારતભરમાંથી ૨૦૦૦થી વધુ ફીઝીયોથેરાપીના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ૨૪ વક્તાઓએ પોતાનુ વક્તવ્ય રજુ કર્યુ હતુ.

કોન્ફોરન્સમાં મોરબીના ખ્યાતનામ અનુભવી શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક વાળા ડો. ભાવેશ ઠોરીયાની પસંદગી રાષ્ટ્રીય કક્ષાના ૨૪ વક્તાઓમા થઈ હતી. તેઓએ જડબાને લગતી તકલીફોની સારવાર અંગે તદ્નન નવી જ ફીઝીયોથેરાપી પધ્ધતી અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. તેમની આ નવી પધ્ધતી અંગેના માર્ગદર્શન બદલ તેઓને સન્માનિત કરવામા આવ્યા હતા. નેશનલ લેવલ કોન્ફોરન્સમા વક્તવ્ય આપી ડો. ભાવેશ ઠોરીયાએ સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ચોમેરથી અભિનંદન સહ શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- text


 

- text