ગુજરાતનો મુખ્ય મંત્રી બનાવે તો પણ ભાજપમાં નહીં જાવ : લલિત કાગથરા

વાઇરલ થયેલી વાતો ખોટી, પાયાવિહોણી અને વાહીયાત છે : મરવુ પંસદ છે પણ ભાજપમાં નહીં ભળું : કગથરાની ચોખવટ

ટંકારા : લલિત કગથરા, લલિત વસોયા સહિતના ધારાસભ્ય ભગવો પહેરવાના સમાચારને પવન વેગે ફેલાવવામાં આવ્યા હતા કે ફેલાયા હતા એ જ ઝડપે લલિત કગથરાનો ખુલાસો પણ આવી ગયો છે. કગથરા સાથેની વાતચીતમાં એમને સ્પષ્ટતા કરી હતી કે “આ વાયરલ સમાચાર વાહીયાત છે, મને ગુજરાતનો મુખ્યમંત્રી બનાવે તો પણ ભાજપમાં નહી જોડાઉ.” વધુમાં કગથરાએ આક્રોશભેર જણાવ્યું હતું કે “મરવુ પંસદ છે પણ ભાજપમાં ભળવુ નહીં”.

અત્રે ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમા ભારે ગરમી જોવા મળી રહી છે. પાટલી બદલુઓ, ભાજપમાં જવાથી તુરંત મંત્રી પદ મળી જતુ હોય એવી માન્યતા ધરાવે છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લડાયક નેતા લલિત કગથરા અને લલિત વસોયા સહિતના ધારાસભ્યોની ભાજપમાં જોડાવાની લઈને ચર્ચા તેજ બનતા કાગથરાએ ત્વરિત પ્રતિક્રિયા આપતા ઉપર મુજબ જણાવ્યું હતું. જો કે હવે પ્રજા જાણી ગઈ છે કે રાજનીતિમાં દેખાડવાના અને ચાવવાના જુદા જુદા હોય છે. જે વર્ષોથી સ્થાપિત થઈ ચુકેલી હકીકત વખતો વખત ઉજાગર થઈ ચૂકી છે, જેને કારણે હાથવગા હથિયાર એવા સોશિયલ મીડિયામાં પક્ષ બદલાવવાના સમાચાર વાઇરલ થયા હતા.