ચાર્જ સંભાળતાની સાથે વાંકાનેર પીએસઆઇનો સપાટો : ૨૬ પેટી વિદેશી દારૂ ઝડપી પાડયો

- text


વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક ડી.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ મોરબી જિલ્લામાં પ્રોહી. અને જુગાર જેવી પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા માટે ડીજીપી ગુજરાત રાજ્ય તરફથી ગોઠવવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન વાંકાનેર તાલુકા પીએસઆઈ રામદેવસિંહ પી.જાડેજા કે જેઓએ આજે જ વાંકાનેર તાલુકા થાણા અધિકારીનો ચાર્જ સાંભળ્યો હતો, તેમજ પીએસઆઈ બી.ડી. પરમાર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજાને ખાનગી રીતે મળેલી બાતમીના આધારે લુણસર ગામથી દેરાળા ગામ જવાના જૂના રસ્તા પર મયુરભાઈની બેલાની ખાણની નજીક આવેલા ખરાબા પાસેના વોકળામાં બાવળના કાંટામાંથી વેચાણ અર્થે રાખેલ અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં એપીસોડ વ્હિસ્કીની 750 એમએલ ની 312 બોટલ ભરેલી 26 પેટીઓ મળી આવી હતી. જેની કિંમત 93600 અને એક મોબાઇલ કિંમત રૂપિયા 5,000 કુલ મળીને રૂપિયા 98600ના મુદ્દામાલ સાથે આરોપી હીરાભાઈ અમરસિંહભાઈ બાવળીયા (રહે. રાજસ્થળી ઉંમર વર્ષ 22)ની અટક કરીને મુખ્ય આરોપી જૂગાભાઈ ધીરૂભાઈ ધરજીયા (રહે. ગાંગીયાવદર) જે રેઇડ દરમિયાન મળી આવેલ ન હોય આ બન્ને સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બે દિવસ પૂર્વે બિનવારસી મળી આવેલ રૂપિયા 180000ની કિંમતનો અંગ્રેજી દારૂ જૂગાભાઈ ધીરૂભાઈ ધરજીયા (રહે. ગાંગીયાવદર) વાળાનો હોવાનું જાણવા મળતાં તેની શોધખોળ હાથ ધરેલ છે.

- text

પીએસઆઇ આર.પી. જાડેજા અગાઉ પણ વાંકાનેર સીટી પોલીસ મથકે તેમનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરેલ છે અને તેમની એક વર્ષની નોકરી દરમિયાન શહેરમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે અસરકારક પગલાં ભરેલ હોવાથી વાંકાનેરની જનતાના પ્રિય ઓફિસર રહી ચૂક્યા છે. તેઓ ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિથી વાકેફ છે તેમજ ગુનેગારો તેમના નામ માત્રથી ફફડી ઉઠે છે. આર.પી. જાડેજાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો થાણા અધિકારીનો ચાર્જ મળતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text