મોરબી : હિતુભા ફરાર થયો તે સફેદ ફોર્ચ્યુનર ડ્રાયવર સાથે ઝડપાઇ

- text


પોલીસની નાકાબંધીમાં ફોર્ચ્યુનર વઢવાણ બાયપાસ પાસેથી ઝડપાઇ : જોકે હિતુભા અન્ય બ્લેક કલરની ફોર્ચ્યુનરમાં કચ્છ તરફ ભાગ્યાની શંકા

મોરબી : મોરબીના ચકચારી મુસ્તાક મીરની હત્યા સહિતના ડબલ મડરના ગુન્હાના મુખ્ય આરોપી મોરબીના શનાળાના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કિરણસિંહ ઝાલા સોમવારે સવારે ધ્રાંગધ્રા નજીક હોનેસ્ટ હોટલ પાસે પોલીસ જાપ્તામાંથી આસાનીથી સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં ફરાર થઈ ગયો હતો. ધ્રાંગધ્રા પોલીસે આ બનાવમાં હિતુભા સહિત તેને અમદાવાદથી મોરબી કોર્ટમાં લઈ જનાર જાપ્તા પાર્ટીના એક પીએસઆઇ સહિત ચાર પોલીસકર્મી સહિત સાત સામે ગુન્હો નોંધી હિતુભાને ઝડપી લેવા ચારે તરફ નાકાબંધી કરી હતી.

આ સમગ્ર બનાવ અંગે સુરેન્દ્રનગરના એસપી એસપી મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે હિતુભાની ફરારની ઘટનામાં તેમની સાથે રહેલા પીએસઆઇ અને પોલીસ કર્મીઓ પર પણ કાવતરા અને ફરજ બેદરકારીનો ગુન્હો નોંધી તેમની ધરપકડ કરાઈ છે. જ્યારે હિતુભા જે સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં ફરાર થયો હતો તે કાર વઢવાણ બાયપાસ પાસેથી ઝડપાઇ ગઈ છે. અને કાર ચલાવતા ડ્રાયવર મોહિત મહેન્દ્રભાઈ જોશીની ધરપકડ કરાઈ છે. જોકે કારમાંથી હિતુભા મળી આવેલ નથી. પોલીસના જણાવ્યા મુજબ ફરાર થયા બાદ સફેદ ફોર્ચ્યુનર કારમાંથી ઉતરી હિતુભા બ્લેક કલરની ફોર્ચ્યુનર કારમાં કચ્છ તરફ ભાગ્યાની વિગતો મળી છે. જેના આધારે હાલ તપાસ ચાલુ છે.

- text

જ્યારે હોનેસસ્ટ હોટલથી હિતુભા જે સફેદ કારમાં ફરાર થયો હતો તે કાર અને તેનો ચાલક ઝડપાઇ ગયા છે. અને આ કાર ચાલક મૂળ હળવદનો અને હાલ ગાંધીનગર રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

- text