મોરબીમા આરટીઓ પાસેનો પુલ જર્જરીત : નવા પુલનું કામ થતા હજુ 6થી 7 મહિના વીતી જશે!!

- text


પુલ નીચે મચ્છુ-3 ડેમનું ભરાતું પાણી વિઘ્નરૂપ, પાણી ઓસરે પછી જ કામ શરૂ થઈ શકે : હાલ જોખમ ઘટાડવા પુલ ઉપર કામચલાઉ લેયર બનાવાશે

મોરબી : મોરબીના આરટીઓ પાસેનો પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે. આ પુલની નીચે મચ્છુ-3 ડેમનું પાણી ભરાતું હોય પુલનું કામ કરવું અશક્ય હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.પુલની નીચે પાણી ઓસરે ત્યારબાદ જ આ કામ શરૂ થઈ શકે તેમ છે માટે પુલનું કામ થતા હજુ 6 થી 7 મહિના જેટલો સમય લાગે તેમ છે.

મોરબીના આરટીઓ પાસે આવેલો પુલ સતત ટ્રાફીક ધરાવતો પુલ છે. આ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી પુલની હાલત ખૂબ કથળી ગઈ છે. જેના કારણે વાહનચાલકો ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. આ પુલના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેવી પણ ભીતિ સર્જાઈ રહી છે. જો કે તંત્ર પણ આ પુલનું કામ કરવામાં અસમર્થ હોવાનું જાણવા મળે છે.

આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી આદ્રોજાએ જણાવ્યું કે મચ્છુ-3 ડેમનું પાણી પુલ નીચે ભરાયેલું રહે છે. જેના કારણે પુલનું કામ શરૂ થઈ શકતું નથી. વર્ષ 2020 સુધીમાં આ પુલનું બાંધકામ પૂર્ણ કરવાનું છે. જો કે પુલનું કામ પૂર્ણ કરવામાં હજુ 6 થી 7 મહિના વીતી જશે. કારણકે જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં આ પુલની નીચે પાણી ઓસરી જાય છે. પાણી ઓસરી ગયા બાદ જ પુલનું કામ થઈ શકે તેમ છે.વધુમાં તેઓએ ઉમેર્યું છે કે હાલ પુલની હાલત ખરાબ હોવાથી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે પુલની ઉપર સમારકામ નું કામ કરવામાં આવશે. જેથી જોખમ ઓછું થઈ શકે.

- text

ઉલ્લેખનીય છે કે આ બાયપાસ પુલ ઉપરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. ત્યારે આ પુલ જર્જરીત હાલતમાં હોવાથી વાહનચાલકો ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે તંત્ર પણ આ પુલનું તાત્કાલિક કામ કરવા માટે અસમર્થ છે. જો કે તંત્રએ કામચલાઉ રસ્તાઓ શોધીને પુલ ઉપર લેયર કરવાનું કામ શરૂ કરવાની તૈયારી આદરી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text