મોરબીની તપોવન વિદ્યાલયના છાત્રોએ ઔદ્યોગિક મુલાકાત લીધી

- text


મોરબી : મોરબીની તપોવન વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં ભણવાની સાથે યોગ્ય ટેવો વિકસે અને આગળના ભવિષ્યમાં પોતાની કારકિર્દી સરસ રીતે ઘડી શકે તેવા પ્રયાસોના ભાગરૂપે કરિયર-108 કાર્યક્રમ અંતર્ગત કોમર્સ વિભાગના વિષયોનું ધંધાકીય જ્ઞાન પ્રત્યક્ષ શીખી શકે તથા અવલોકન શક્તિ ખીલે તે હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યના અગ્રગણ્ય ઉદ્યોગ ‘ગોપાલ નમકીન’ તેમજ રાજ્યની મુખ્ય ડેરીઓમાંની ‘U-Fresh ડેરી’ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘ગોપાલ નમકીન’ના મેનેજીંગ ડાયરેક્ટર પટેલ રાજ બીપીનભાઈ તથા ‘U- Fresh ડેરી’ના ચેરમેન કાછડીયા હરસુખભાઈએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગત અંગેનું સામાન્ય જ્ઞાન આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સંતોષી હતી. આ તકે તપોવન વિદ્યાલયના સંચાલક અશોકભાઈ રંગપરીયા અને આચાર્ય નરેશભાઈ સાણજા એ ગોપાલ નમકીનના ચેરમેન તેમજ U- Fresh ડેરીના ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text