વાંકાનેર પંથકમાંથી વઘુ એક ડુપ્લીકેટ બાગબાન તમાકુની ફેક્ટરી ઝડપાઈ

- text


મોરબી એલસીબીની સફળ કાર્યવાહી

વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી.બી. જાડેજાની સુચના મુજબ એલસીબી સ્ટાફ દ્વારા ખાનગી હકીકત મળતા વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોનશાહ જીનમાં ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડેલ છે અગાઉ પણ વાંકાનેર સીટી પોલીસે શહેર વિસ્તારમાંથી તેમજ રાતીદેવડી સીમ વિસ્તારમાંથી તમાકુની ફેક્ટરી ઝડપી હતી તેમજ એલસીબીએ મુમના શેરીમાંથી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડેલ આ વધુ એક ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાતા વાંકાનેર પંથકમાં તમાકુના વેપારીઓમાં ફફડાટ મચી ગયેલ છે. મળતી માહિતી મુજબ એલસીબીએ વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામે મોનશાહ જીનમાં ડુપ્લીકેટ બાગબાન તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડેલ છે અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મશીનરી, કેમિકલ, તમાકુ, તમાકુના ખાલી તેમજ ભરેલા ડબ્બા તેમજ કેમિકલ અને અન્ય વસ્તુઓ સાથે કુલ મુદ્દામાલ રૂ. ૪,૦૪,૮૯૩ નો ઝડપી પાડી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરીમાં આરોપી ઈરફાન અશરફભાઈ ફકીર ઉંમર વર્ષ 27 અને નવાજ સીદિક તરીયા ઉંમર વર્ષ 24 સ્થળ પર મળી આવેલ. આ ડુપ્લીકેટ તમાકુ કોને કોને વેચાણ કરતાં અને આ ફેક્ટરીમાં કોણ-કોણ સામેલ છે તે બાબતની વધુ તપાસ એલસીબી પીઆઈ વી.બી. જાડેજા ચલાવી રહ્યા છે આ ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડવામાં એલસીબીના ઈશ્વરભાઈ, પૃથ્વીરાજસિંહ, ભગીરથસિંહ અને સહદેવસિંહએ સફળ કામગીરી કરેલ હતી.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text