શનાળા નજીક તંત્રની બેદરકારી : ભયજનક ખુલ્લા મુકાયેલા ખાડામાં વાહનો ફસાયા

સદભાગ્યે જામહાની ટળી : લોકોએ મહામુસીબતે ખાડામાં ફસાયેલા બન્ને વાહનો બહાર કાઢ્યા

મોરબી : મોરબીના શનાળા ગામ પાસે ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન માટે રોડની સમાંતર સળગ ખાડાઓ કરવામાં આવ્યા છે. આ ખાડાઓ વાહન ચાલકો માટે જોખમી સાબિત થતા હોય તેમ આજે એક આઇસર વાહન અને કાર તેમાં ફસાઈ હતી.જોકે સદભાગ્યે જાનહાની થઈ નથી. મોરબીના શનાળા ગામ નજીક રોડની સાઈડમાં સળંગ ખાડાઓ ખોડી ભુર્ગભ ગટરની પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે. ત્યારે આ ખાડાઓ વાહન ચાલકો માટે જોખમી સાબિત થયા છે. જેમાં આજે એક આઇસર ટ્રક અને ફોરવહીલર ગાડી ભૂગર્ભ ગટર માત્રની લાઈનના ખાડામાં ફસાઈ ગઈ હતી.જોકે આ ઘટનામાં જાનહાની થઈ નથી. પરંતુ બન્ને વાહનો ખાડામાં ફસાતા ભારે મુશ્કેલીઓ પડી હતી.લોકોએ મહામહેનતે ખાડામાં ફસાયેલા આ બન્ને વાહનો બહાર કઢાયા હતા. ત્યારે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ ન સર્જાઈ તે માટે ખાડાઓ ફરતે સલામતીની આડશ મુકવાની માંગ ઉઠી છે.