હળવદના પીએસઆઇ જીજ્ઞેશકુમાર ધનેશાની દાહોદમા બદલી

મોરબી : રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આજે 7 પીએસઆઇની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં હળવદ પીએસઆઈનો પણ સમાવેશ થાય છે. હાલ હળવદમા પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ધનેશા જીજ્ઞેશકુમાર ભરતભાઈની દાહોદમા બદલી કરવામાં આવી છે.