ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી આયોજનબધ્ધ રીતે કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિગત અને સામુહિક સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. જેમ કે વર્ગ સુશોભન, શાળા સફાઈ, હેન્ડ વોશ ડેમો, સ્વચ્છતા અંગેના વીડીયો નિદર્શન, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા, પત્ર લેખન અને ચિત્ર સ્પર્ધા, સ્વચ્છતાના સંદર્ભે વિવિધ વિષયો પર ચર્ચા સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉજવણી દરમિયાન એસ.એમ.સી.ના સભ્યોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળામાં યોજાયેલી વિવિધ સ્પર્ધામાં વિજેતાઓને આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર તરફથી ઇનામ આપી બિરદાવવામાં આવેલ હતા. પત્ર લેખન અન્વયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા વિશેના પોતાના સૂચનો અને વિચારો પત્ર લખીને મોકલ્યા હતા. આમ માત્ર કરવા ખાતર નહીં પરંતુ ખૂબ જ ઉત્સાહથી વિવિધ પ્રવૃતિઓ વિદ્યાર્થીઓ પાસે કરાવી સ્વચ્છતા અંગે મૂલ્ય શિક્ષણ આપવા શિક્ષકોએ સુંદર કાર્ય કરેલ હતું. આ તકે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.