મોરબી અપડેટના પત્રકાર જયેશ બોખાણીએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : મોરબી એક એવી ઓદ્યોગિક નગરી છે જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટંકની રોટી માટે ટળવળતા જોવા મળે છે. તેના નિવારણ લાવવા માટે મોરબીના લોકો ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ સક્રિય બન્યા છે. જેના ભાગરૂપે શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પક્ષીઓને ઘાસચારો આપી અથવા નિરાધાર અને વંચિતોને જરૂરી ચીજ-વસ્તુઓ આપી કરતા હોય છે. ત્યારે ગઈકાલે મોરબી અપડેટના પત્રકાર જયેશ બોખાણીએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.મોરબીના નારણકા ગામના અને મોરબી અપડેટના યુવા પત્રકાર જયેશ બોખાણીએ જન્મદિવસ નિમિત્તે યંગ ઈન્ડીયા ગ્રુપના “આપવાના આનંદ” સૂત્રથી પ્રેરણા લઈને કોઈપણ બિન જરૂરી ફાલતુ ખર્ચ કરી ઉજવણી કરવાને બદલે કેનાલ ચોકડી, નવલખી ફાટક પાસેની ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને ફ્રુટ વિતરણ કરી આનંદની અનુભૂતિ સાથે જન્મદિવસ ઊજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવી હતી.

- text