‘સર્વધર્મ સમભાવ’ને અનુલક્ષીને એલ. ઈ. કોલેજના વિધાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના કરાઈ

મોરબી : મોરબીની એલ. ઈ. કોલેજ દ્વારા ન્યુ હિલ હોસ્ટેલ તથા એન. વી. પી. હોસ્ટેલમાં ‘સર્વધર્મ સમભાવ’ના સૂત્રને અનુલક્ષીને કરી છે. ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગણેશોત્સવની ઉજવણી માટે નાત-જાતના ભેદભાવ વિના સર્વધર્મ સમભાવ અને એકતા જળવાય તે રીતે ગપણપતિની સ્થાપના કરવામાં આવી હતી.

ગત શનિવારે સાંજે વિધાર્થીઓએ ઉત્સાહભેર કૉલેજના સ્ટાફને મહા આરતીનો લાભ લેવા માટે આમંત્રીત કર્યા હતા. જેમાં શિક્ષકગણ પરિવાર સાથે ભાવભેર ઉપસ્થિત રહી વિઘ્નહર્તા ગણેશની પુજા તથા મહા આરતીનો લ્હાવો લીધો હતો. બંને હોસ્ટેલમાં સમગ્ર આયોજન વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિધાર્થીઓએ આગલા દિવસે સત્ય નારાયણની કથા અને મહાપ્રસાદનું પ્રસંશનિય આયોજન કર્યું હતું. તેમજ શિક્ષણનો હેતુ સાર્થક થાય તથા અને ઝળહળતી કારકિર્દીમા અજ્ઞાનતાના વિઘ્નો દૂર થાય એવી સહુએ ગણેશજીને પ્રાર્થના કરી હતી.