મોરબી : જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં કલા ઉત્સવ ઉજવાયો

- text


કોલેજની 80 વિદ્યાર્થીનીઓએ જુદીજુદી કલા સંબંધી 8 સ્પર્ધાઓમાં ભાગ લીધો

મોરબી: મોરબીની શ્રીમતી જે,એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ ખાતે આજે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ કોલેજની 80 જેટલી વિદ્યાર્થીનીઓએ કલા અંગેની જુદી જુદી આઠ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈને ઉત્કૃષ્ઠ પર્ફોમન્સ આપ્યું હતું. આજે શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં કલા ઉત્સવ સંદર્ભે વકૃતવ, નિબંધ, ચિત્ર,ડિબેટ, ફેશન શો, ફોટોગ્રાફી સહિતની આઠ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ કોલેજની 80 જેટલી વિધાર્થીનીઓ જુદીજુદી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલાના કામણ પાર્થયા હતા.આ પ્રસંગે ડો.રચિત કાલરીયા, જાગૃતિબેન, ડો.ભાવેશભાઈ જેતપરિયા, ભાવનાબેન વાલેરા સર, ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ઇન.પ્રિન્સિપલ આરતી રોહન અને ડૉ.પી.કે. પટેલ સાહેબે સૌને અભિનંદન પાઠવ્યા હતા અને કડવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી અને ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયાએ વિધાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી.

- text