ટંકારાની લાઈફ લિંકસ વિદ્યાલયના આંગણે ગણેશ સ્થાપન સાથે શિક્ષકદિનની ભવ્ય ઉજવણી

- text


ટંકારા : શિક્ષકદિન નિમિતે લાઈફ લિંકસ વિદ્યાલય ખાતે ગણેશ દેવનું પૂજન કરી શિક્ષક દિનની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આજે શિક્ષકદિન નિમિતે શાળામાં અભ્યાસ કરતા ધો-1 થી 12ના વિદ્યાથીઓ દ્વારા સમગ્ર શૈક્ષણિક કાયૅ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ મુજબ 3 વિદ્યાથીઓએ પ્રિન્સીપાલની ભૂમિકા ભજવી હતી. જયારે પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક ત્રણેય વિભાગમાંથી કુલ 81 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી સમગ્ર શૈક્ષણિક કામગીરી ઉત્સાહપૂવૅક કરી હતી.

- text

પ્રાથમિક વિભાગના આચાર્ય આદ્રોજા ખુશ અને તેમની ટીમ, માધ્યમિક વિભાગમાં આચાર્ય ચભાડિયા સ્મિત અને તેની ટીમ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય ગરસોદિંયા વૈભવ અને તેની ટીમ દ્વારા ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દરેક વિભાગના આજે બનેલા આચાર્ય દ્વારા શિક્ષકો મિટિંગ યોજી આવનારી પ્રથમ સત્ર પરિક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ જયંતિભાઈ બારૈયા તથા પિન્સીપાલ મનોજભાઈ કગથરા તથા સમગ્ર સ્ટાફગણે શુભકામના પાઠવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

- text