શિક્ષક દિન વિશેષ : પ્રોફેસરની લાયકાત છતાં સરકારી શાળામાં પ્રવૃતિશીલ શિક્ષણ આપતા શિક્ષક

- text


ગરીબ બાળકોના શિક્ષણ માટે સતત પ્રવૃતિશીલ રહેતા શિક્ષક : રિશેષના ફાજલ સમયમાં શિક્ષણિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત 600 પ્રવૃતિઓ કરાવી

મોરબી : કહેવાય છે એક શિક્ષક કભી સાધારણ નહિ હોતા.શિક્ષક મનમાં ગાંઠ વાળીને સતત બાળકોના શિક્ષણ માટે રચ્યા પચ્યા રહે તો સરકારી શાળાનું શિક્ષણ પણ એકદમ ગુણવત્તા સભર રહે છે.આજે આપણે આવા જ એક કર્મઠ શિક્ષકની વાત કરવી છે.કે જેમની શૈક્ષણિક લાયકાત પ્રાધ્યપક તરીકેની શૈક્ષણિક લાયકાત હોવા છતાં પણ તેમને સરકારી શાળામાં જ શિક્ષણ આપવાનું પસંદ કર્યું હતું અને બાળકોના માત્ર શિક્ષણ જ નહીં પણ સર્વાંગી વિકાસ માટે ફાજલ સમયનો પણ સદપયોગ કર્યો છે. અત્યાર સુધીમાં તેમણે બાળકો માટે શિક્ષણ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત 600 જેટલી પ્રવૃતિઓ કરીને આ શાળાને ગુણવત્તાસભર બનાવી દીધી છે.

મોરબી તાલુકાની સભારાવાળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજયભાઈ મગનભાઈ દલસાણીયા એમ.એ., બી.એડ. એમ.ફિલ.ની ડીગ્રી ધરાવે છે. પણ તેમણે સરકારી શાળાના બાળકોને જ શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે.સામાન્ય રીતે રિશેષના સમયમાં શિક્ષકો આરામ ફરમાવતા હોય છે આ શિક્ષકે રિશેષના સમયમાં આરામ ફરમાવવાને બદલે રિશેષના સમયનો સદઉપયોગ કરી વિદાર્થીઓને અવનવી શૈક્ષણિક પ્રવૃતિઓ, વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારીત પ્રવૃત્તિઓ કરાવે છે.શિક્ષણ ભાર વગરનું લાગે તે માટે તેઓ ગમમત સાથે જ્ઞાન આપે છે.જેથી બાળકો શૈક્ષણિક પ્રવૃતિઓ આત્મસાત કરી શકે. અને બાળકો પણ હોંશે હોંશે પ્રવૃત્તિઓ કરીને શિક્ષણ અને વૈજ્ઞાનિક પ્રવૃતોનુંખરા અર્થમાં મનન કરે છે.

- text

આ શિક્ષક વિધાર્થીઓ શિક્ષણને આત્મસાત કરી શકે તે માટે તેમના હસ્તે જ પ્રવૃતિઓ કરાવીને તમામ જાતનું માર્ગદર્શન આપે છે.તેમણે બે વર્ષમાં વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 7 ના જુદા જુદા તમામ વિષયોની 600 જેટલી પ્રવૃત્તિ કરાવી છે.સામાન્ય રીતે શૈક્ષણિક અને વિજ્ઞાન વિદ્યની જટિલ પ્રવૃતિઓથી વિદ્યાર્થીઓ દૂર ભાગતા હોય છે.પણ શિક્ષકની બાળકોને ભણાવવાની લગન જ એવી છે કે તેઓ ભણાવવામાં અને અવનવી પ્રવૃતિઓ કરવામાં એટલા મશગુલ રહે છે કે પોતાની જાતને રેડી દેતા હોવાથી વિધાર્થીઓને પણ શિક્ષણની અઘરમાં અઘરી પ્રવૃતિઓમાં ખૂબ જ રસ પડે છે.

- text