મોરબીની પી. જી. પટેલ કોલેજમાં શિક્ષક દિનની વિશિષ્ટ ઉજવણી કરાઇ

- text


મોરબી : મોરબીમાં પી. જી. પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે બી. બી. એ. સેમ વન ક્લાસ દ્વારા યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે go green નામનો પ્રોજેક્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિવિધ થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટમાં પ્રદુષણથી થતી સમસ્યાઓની જાણકારી અને અન્ય સમસ્યાઓ જેવી કે પાણી પ્રદૂષણ, હવા પ્રદૂષણ, અવાજ પ્રદુષણ તેમજ કુદરતી આફતોનો સામનો કઈ રીતે કરવો તથા તેના નિરાકરણ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માં પર્યાવરણને બચાવવા માટેની અપીલ માટે ‘Be the part of solution and not the part of pollution.’નો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈની પ્રેરણા દ્વારા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સમગ્ર પ્રોજેક્ટનું સંકલન પ્રોફેસર જસ્મીન અદાણી તથા કોલેજ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના તમામ સ્ટાફ ગડ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર નિહાળવામાં આવ્યો હતો.

- text