અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં મોરબીની નવજીવન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું

- text


મોરબી : ડી.એલ.એસ.એસ. સ્કૂલો વચ્ચે અંડર-૧૭ કબ્બડી સ્પર્ધામાં મોરબીની નવજીવન વિદ્યાલયની બહેનોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

- text

ગુજરાત રાજ્ય સંચાલિત ડી.એલ.એસ.એસ. સ્કૂલો વચ્ચે અંડર-૧૭ની બહેનો માટે અમદાવાદના નરોડા ખાતે કબ્બડી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં નવજીવન વિદ્યાલયની વિધાર્થિનીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાનું તથા શાળાનું નામ રોશન કર્યું છે. આવી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવા બદલ કબ્બડી ટીમના કોચ ડી.બી. પાડલીયા, આચાર્ય અતુલભાઈ પાડલિયાએ તેઓને બિરદાવ્યા હતા. આ વિજયી ટીમ માટે સમગ્ર નવજીવન વિદ્યાલય પરિવાર હર્ષની સાથે ગર્વની લાગણી અનુભવી હતી. તથા સમગ્ર ટીમને વધુ પ્રગતિ કરવાની શુભેચ્છા પાઠવી હતી.

- text