ગૌરવ : મોરબી જિલ્લાના 3 શિક્ષકોને રાજ્યકક્ષાના શ્રેષ્ટ શિક્ષકનો એવોર્ડ

- text


“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, સાધારણ વ્યક્તિ કભી શિક્ષક નહીં હોતા”

મોરબી : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ શિક્ષકોના શિક્ષકત્વને બિરદાવવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પિત કરવામાં આવે છે. દર વર્ષે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટેના પસંદ થયેલ શિક્ષકોની યાદી જાહેર થાય છે. વર્ષ 2019 માટે રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી કેડરના કુલ 36 શિક્ષકો રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદિત કરવામાં આવ્યા હતા.

આ અંતર્ગત રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે આ વર્ષે પ્રાથમિક શિક્ષક કેડરમાંથી મોરબી તાલુકાની શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક હર્ષદભાઈ ટી.પટેલ , એચ.ટાટ. કેડરમાંથી હળવદ તાલુકાની મેરૂપર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ધનજીભાઈ એસ.ચાવડા અને માધ્યમિક શિક્ષક કેડરમાંથી ડૉ. ગીતાબેન ગોપાલદાસ ચાવડાની પસંદગી થતા સમગ્ર મોરબી જિલ્લા શિક્ષણ અને શિક્ષક પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.

- text

શિક્ષક જ રાષ્ટ્રનો સાચો રાહબર છે ત્યારે કર્મઠ, મોટીવેટર, કૌશલ્યશીલ, સામાજિક અને સાંસ્કૃતિક સેવક, શાળાના સમુદાય સાથે ઉચિત જોડાણ કરનાર અને બાલદેવોના હૃદયમાં અપ્રતિમ સ્થાન ધરાવનાર શિક્ષકોને મયુર એસ.પારેખ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ અને શિક્ષક પરિવાર અભિનંદન સાથે ત્રણેય શિક્ષકોના શિક્ષકત્વને બિરદાવેલ છે. પુરસ્કાર વિજેતા શિક્ષકોને ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે.

- text