મોરબીના નવલખી બંદરેથી માલવાહક રો-રો ફેરી શરૂ કરવા સીરામિક એસો.ની રજૂઆત

- text


દિલ્હીમાં મિનિસ્ટરી ઓફ શીપિંગના એડિશનલ સેક્રેટરીનો હકારાત્મક અભિગમ : ટૂંક સમયમાં નવલખી બંદર કન્ટેનરથી ધમધમે તો નવાઈ નહિ

મોરબી : મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદર તથા કંડલા બદરેથી આંતરરાજ્ય માલવાહક રો-રો ફેરી શરૂ કરવા મોરબીના સીરામીક એસોસિએશને રૂબરૂ દિલ્હી સ્થિત શિપિંગ મંત્રાલઈને રજુઆત કરી હતી. જેના પગલે મિનિસ્ટ્રી ઓફ શિપિંગ એડિશનલ સેકેટરી સંજય બડોપાધ્યેયએ આ મામલે હકારાત્મક અભિગમ આપતા ટુક સમયમાં આ બન્ને બંદરો કન્ટેનરથી ધમધમી ઉઠે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

- text

તાજેતરમાં દીલ્હી ખાતે શીપીગ મંત્રાલયમા નવલખી પોર્ટ અને કંડલા પોર્ટથી ભારતના દરીયાઇ વિસ્તારમા મોરબીની સિરામીક પ્રોડકટ તેમજ અન્ય પ્રોડકટને ભારતના મહારાષ્ટ્ર, તામીલનાડુ, કેરાલા, આન્ધ્રપ્રદેશ તેમજ પશ્ચીમ બંગાળ સુધી ટાઇલ્સ કંટેનર તેમજ રો-રો ફેરી દ્વારા પહોચાડવા માટે મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ નિલેષ રાનસરીયા દ્વારા મોરબી ઉધોગ ની ભવિષ્ય ની જરૂરીયાતની માટેના ડેટા સાથે વિગતો આપીને રજુઆત કરવામાં આવી હતી અને આગામી સમયમા ગુજરાત મેરીટાઇમ બોર્ડ તેમજ કેન્દ્રીય શીપીગ મંત્રાલય મીટીગ કરીને સાગરમાલા પ્રોજેકટ અંતર્ગત યોજનાની અમલવારી કરવામા આવશે.આ યોજનાને જો નવલખીથી અમલવારી કરવામા સફળ થયા તો મોરબીના સિરામીક ઉધોગને સારો એવો ફાયદો થશે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે.એથી ટાઇલ્સ ફુટે ૨ થી ૩ રૂપીયા જેટલી સસ્તી પડશે જેનો ફાયદો ભારતના સામાન્ય નાગરીકને થશે અને રોડ ઉપર નો ટ્રાફીક પણ ઓછો થશે અને ડીઝલ ની બચત પણ થશે .

આ તકે સીરામીક એસોસિએશનને જણાવ્યું હતું કે, તાજેતરમા કેન્દ્રીય સરકારમા આ બાબતે સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા કેન્દ્રીય મીનીસ્ટર મનસુખભાઇ માંડવીયાને આ બાબતે વાકેફ કરીને ઉધોગ માટે નવલખી પોર્ટ ડેવલોપ કરવા માટે માંગણી કરી છે.ત્યારે ટુંક સમયમા નવલખી પોર્ટ કંટેનરથી ધમધમી ઉઠે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે.

- text