માળીયા : કપડાં સીવડાવવાનું કહીને યુવતી ગુમ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના દેરાળા ગામે રહેતી યુવતી ઘરેથી કપડાં સીવડાવવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના દેરાળા ગામે રહેતી મધુબેન અમરશીભાઈ ચાવડા ઉ.વ.21 નામની યુવતી ગત તા.24ના રોજ ઘરેથી નવા દેરાળા ગામે કપડાં સીવડાવવા જવાનું કહીને નીકળી ગઈ હતી.ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.પરંતુ તેણીનો આજદિન સુધી પતો ન લાગતા અંતે તેણીના પિતા અમરશીભાઈ રામજીભાઈ ચાવડાએ આજે પોતની પુત્રી લાપતા બન્યાની માળીયા પોલીસ મથકે નોંધ કરાવતા પોલીસે ગુમ થયેલી યુવતીની શોધખોળ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne