મોરબીની ટાઇલ્સ ભરેલી ગાડી માટે લાંચ લેતો સેલ ટેક્સ ઓફિસર ઝડપાયો

ટાઇલ્સ ભરેલી ગાડી બનાસકાંઠા પાસે ચેક પોસ્ટ પર કાર્યવાહી કર્યા સિવાય પસાર કરવા માટે રૂ.5 હજારની લાંચ માંગી હતી

મોરબી : મોરબીની ટાઇલ્સ ભરેલી ગાડીને બનાસકાંઠા પાસે ચેક પોસ્ટ પર કાર્યવાહી કર્યા વગર પસાર કરવા માટે રૂ.5 હજારની લાંચ માગનાર સેલ ટેક્સ ઓફિસર વર્ગ 2ને સ્થાનિક એસીબીની ટીમે છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.

આ એસીબીના લાંચના છટકાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની ટાઇલ્સ ભરેલી ગાડી બનાસકાંઠા પાસેની ચેક પોસ્ટ પર કાર્યવાહી કર્યા વગર પસાર કરવા દેવા માટે કે.એન.રાલોલિયા (કરશનભાઇ નરસિંહભાઈ , જી.એસ.ટી.મોબાઈલ સ્કોર્ડ ઇન્ચાર્જ સેલ ટેક્સ ઓફિસર વર્ગ 2 અમીરગઢ,ચેક પોસ્ટ )એ રૂ.5 હજારની લાંચ માંગી હતી.આથી આ ટાઇલ્સ ભરેલી ગાડીના માલિકના મિત્રએ બનાસકાંઠાની એસીબીમાં આ મામલે ફરીયાદ નોધાવી હતી.જેના પગલે બનાસકાંઠા એસીબીના અધિકારી કે.એચ ગોહિલ સહિતનાએ દર્શન હોટલ, પાલનપુર આબુ હાઇવે ઇકબાલ ગઢ બનાસકાંઠા પાસે લાંચનું છટકું ગોઠવીને રૂ.5 હજારની લાંચ લેતા સેલ ટેક્સ ઓફિસર વર્ગ 2ને રંગેહાથે ઝડપી લીધો હતો.