મોરબી : પિતરાઈ ભાઈની હત્યા કરનાર બાળાનો જામીન ઉપર છુટકારો

- text


મોરબી : મોરબી સીરામીક વેપારીના ત્રણ વર્ષના બાળકની હત્યા નિપજાવનાર 14 વર્ષની સગી ભાણેજ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જો કે આ કાયદાના સંઘર્ષમા આવેલી બાળાની જામીન અરજી કોર્ટે મંજુર કરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના સામાકાંઠે આવેલ ઋષભનગર પાસેના એપાર્ટમેન્ટમાં રહેતા અને સીરામીક ટાઇલ્સના વેપારી રાજેશભાઈ અમૃતલાલ ડઢાણીયાના ત્રણ વર્ષના માસુમ પુત્ર નિત્યની તેમની 14 વર્ષની સગી ભાણેજે સામાન્ય વાતથી ગુસ્સે ભરાઈને સારા નરસાનું ભાન ગુમાવીને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ 14 વર્ષની કિશોરી સામે હત્યાનો ગુનો નોંધી તેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જો કે હત્યામાં ગુના હેઠળ કાયદાના સંઘર્ષમાં આવેલી બાળાની જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં વકીલ ફેનીલ ઓઝા અને જગદીશ ઓઝા દ્વારા યોગ્ય દલીલો કરતા કોર્ટે આજે આ જામીન અરજી મંજુર કરતા બાળાનો જામીન ઉપર છુટકારો થયો છે.

- text