મોરબીના વતની ડીવાયએસપીએ બાળકીના અપહરણનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો

- text


હડમતીયાના વતની અને હાલ અમદાવાદ ફરજ બજાવતા ડીવાયએસપી કે.ટી. કામરિયાની પ્રશંસનીય કામગીરી

હડમતીયા : અમદાવાદના સાણંદની બોળ GIDC પાસેથી શ્રમિક પરિવારની 4 વર્ષની પુત્રીને વેફરના પડીકાની લાલચ આપીને ઉઠાવી જનાર નિઃસંતાન વ્યક્તિને સીસીટીવી ફૂટેજના આધારે મૂળ મોરબીના વતની એવા સાણંદના ડીવાયએસપી કે.ટી. કામરિયાની કામગીરીથી સાણંદવાસીઓ ખુશ થઇ ગયા છે.અમદાવાદના સાણંદની બોળ GIDC પાસે શ્રમિક પરિવાર મુળ દાહોદના ભરત અમરસંગ તડવી,પત્ની અને પુત્રી ખરીદી કરવા માટે ગયા હતા. પતિ-પત્ની ખરીદી કરતા હતા ત્યારે વરસાદ આવ્યો તે દરમિયાન ચાર વર્ષની પુત્રી રિંકલનું અપહરણ થઈ ગયું હતું. બાળકીના પિતા શોધખોળ માટે બેબાકળા બની લોકોને પુછતા રહ્યા ત્યાં આરોપી ચાર વર્ષની બાળકીને માથે કપડું ઓઢાડીને લઈ જવામા સફળ રહ્યો આ બાબતે બાળકીના પિતાએ અમદાવાદ સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન ક્ર. નં .43 / 2019 આઈપીસી 363 ગુનો તારીખ 24ને સોમવારેના રોજ રાત્રે 9:00 વાગ્યા આસપાસ દાખલ કરતા જ અમદાવાદ સાણંદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરીયાની સુચનાથી અલગ અલગ ટીમો બનાવી સીસીટીવીથી શકમંદોના ફોટોગ્રાફ મેળવી તપાસ શરુ કરી પોલિસ બોળ ગ્રામપંચાયતના સીસીટીવી કુટેજ જોતા એક માણસ કાળા રંગના કપડામાં બાળક જેવું લઈને જતો દેખાયો હતો. કુટેજના આધારે પોલીસ સાણંદ જીઆઈડીસીમાં કામ કરતા પર્વત ભુરિયા સુધી પહોચી હતી અને તેની બાજુમાં કાળું કપડું લઈને ચાલી રહેલા માણસ વિશે પુછતા તે સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં રહેતો મનિષ હોવાનું જણાવ્યુ હતું. મનિષ અમરશી બામણિયાના ઘેર પહોંચી તપાસ કરતા રિંકલ હેમખેમ મળી આવી હતી. ડીવાયએસપી કે.ટી. કામરીયાએ આરોપીની આકરી પુછતાછ કરતા લગ્નના છ વર્ષ પછી સંતાન ન થતા શેર માટીની ખોટ પુરી કરવા અને સંતાનની ઘેલછા માટે બાળકીનું અપહરણ કર્યુ હોવાનું સામે આવ્યું હતું. આમ ડીવાયએસપીએ ગણતરીની કલાકોમાં અપહરણ થયેલ બાળકીને શોધી તેમના પરિવારને બાળકી સુપ્રત કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text