મોરબીમાં ગોલાની રેકડીમાં બે બાળકો પાસે મજુરી કરાવનાર રેકડીધારક સામે ગુનો નોંધાયો

- text


મોરબી : મોરબીમાં શ્રમ અયોગ વિભાગે જુદીજુદી જગ્યાએ ચેકિંગ કરીને બાળકો પાસે મજૂરી કરાવનાર સામે બાળમજૂરીનો ગુનો નોંધવાની ઝુંબેશ હાથ ધરી છે. જેમાં વધુ એક ગોલાના રેકડીધારક સામે બાળમજૂરીનો ગુનો નોંધાયો છે. આ ગોલાની રેકડીએ બે બાળકો પાસે મજૂરી કરાવતા હોવાનું ધ્યાને આવતા શ્રમ અધિકારીએ ગોલાની રેકડીધારક સામે એ ડિવિઝનમાં બાળમજૂરીનો ગુનો નોંધાવ્યો છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ મોરબીના શ્રમ અધિકારી કુણાલ કે શાહે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ નાની પારેખ શેરીમાં રહેતા અને મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર ગોલાની રેકડી ધરાવતા દિલીપભાઈ મનહરભાઈ ભટ્ટ ઉ.વ.60 સામે બાળમજૂરી કરાવ્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં શ્રમ આયોગે મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર ગોલાની રેકડીઓ પર ચેકિંગ હાથ ધરતા આરોપીની ગોલાની રેકડીએ એક 11 વર્ષ અને બીજો 12 વર્ષનો એમ બે બાળકો પાસે બાળમજૂરી કરાવાતી હોવાનું ધ્યાને આવતા આ રેકડીધારક સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આ અંગે બાળ મજૂરીનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text