મોરબીના નાની વાવડી ગામે ઘરકામને વિરામ આપીને ગૃહિણીઓએ કર્યું વૃક્ષારોપણ

- text


મોરબી : હાલના સમયમાં આધુનિકતા પાછળની આંધળી દોટના લીધે વૃક્ષોની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જઇ રહી છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષોની સંખ્યા વધારવા માટે મથામણ કરી રહ્યા છે. આવી જ રીતે મોરબીના નાની વાવડી ગામની ગૃહિણીઓએ પણ જાગૃત બની પોતાના ઘર કામને પડતું મૂકીને વૃક્ષારોપણ કર્યું હતું.

- text

શહેરીકરણના લીધે વૃક્ષોનું આડેધડ નિકંદન થઈ રહ્યું છે. વધુમાં જેટલા વૃક્ષો કપાઈ છે. તેની સામે નવા વૃક્ષોનું વાવેતર ન થતા આજે વૃક્ષોની સંખ્યા ખૂબ ઘટી છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા તેમજ ઋતુની નિયમિતતા ખોરવાઈ જવાની સમસ્યા ઉદભવી છે. ત્યારે ઋતુને સંતુલિત બનાવવા માટે તેમજ માનવ જીવના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજે સઘન વૃક્ષારોપણની આવશક્તા છે. જો કે અનેક સંસ્થાઓ તેમજ પર્યાવરણપ્રેમીઓ આ માટે આગળ આવ્યા છે. આવી જ રીતે મોરબીના નાની વાવડી ગામે જમ્બો પાર્ક સોસાયટીમા પણ જિજ્ઞાબેન આદ્રોજા, ચેતનાબેન મેવા અને અંકિતાબેને થોડી વાર માટે પોતાના ઘર કામ પડતા મૂકીને પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ હાથ ધરી પર્યાવરણને બચાવવા માટે આગળ આવવાની પ્રેરણા પુરી પાડી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text