મોરબી વાવાઝોડા એલર્ટ : અસરગ્રસ્તોની સારવાર માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

- text


મોરબી : વાયુ નામનું વાવાઝોડું ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્ર કચ્છને ઘમરોળવા આવી રહ્યું છે ત્યારે સરકારી તંત્ર રાહત અને બચાવની કામગીરી માટે સજ્જ થયું છે. આ સંદર્ભે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગે પણ તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે.

મોરબી આરોગ્ય વિભાગના 30 પી.એચ.સી.સેન્ટર, 6 સી.એચ.સી.સેન્ટર, 30 ડોકટર એમના 300 કર્મચારીઓના સ્ટાફ સાથે સતત 24 કલાકની ડ્યુટી માટે તૈયાર થઈ ગયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક સુવિધા માટે જરૂરી તમામ દવાઓનો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો છે. અને ઇમરજન્સી વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

- text

આરોગ્ય વિભાગના ડૉ. ચેતન વારેવડીયાના જણાવ્યાનુસાર નજીકના દિવસોમાં પ્રસુતિ આવનાર હોય એવી મહિલાઓની માહિતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મેળવીને તેઓને અત્યારે જ હોસ્પિટલમાં દાખલ થવા માટે સમજવાઈ રહી છે. અન્યથા આવી મહિલાઓના પરિજનનોને ઇનર્જન્સી નંબર આપીને કોઈ પણ પરિસ્થિતિ માટે એ નંબર સાથે સંપર્કમાં રહેવાનું જણાવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને માળીયા તાલુકાને આ વાવાઝોડાની વધારે અસર થાય એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે ત્યારે માળીયા (મી.)ના ત્રણ મુખ્ય આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, સરવર અને વવાણીયાને તમામ પ્રકારની આરોગ્યની સુવિધાઓથી સજ્જ કરવાની સાથે ત્રણેય કેન્દ્રો પર જનરેટરની સુવિધા પણ ઉપલબદ્ધ કરાવવામાં આવી છે જેથી પાવર જવાની સ્થિતિમાં પણ આરોગ્ય કેન્દ્રોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત 108ની સુવિધા સાથે તમામ આરોગ્ય કેન્દ્રોને સીધા જોડી દેવામાં આવ્યા છે એમ અંતમાં ડૉ. ચેતન વારેવાડિયાએ મોરબી અપડેટને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text