મોરબી જિલ્લાના 4 હજાર શિક્ષકોને જરૂર પડ્યે રાહત અને બચાવની કામગીરીમાં જોડાવાની અપીલ

- text


મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આપતિના સમયે તંત્ર સાથે ખભેખભા મિલાવીને કામગીરી કરવા શિક્ષકોને અપીલ કરી

મોરબી : હવે સોરાષ્ટ્ કચ્છ તરફ વાયુ વાવઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે મોરબીમાં તમામ સરકારી તંત્ર અન્ય કામો છોડીને આ સંભવિત આપતી સામે લોકોને બચાવવા માટે અત્યારે યુદ્ધના ધોરણે સલામતીના પગલાં ભરી રહ્યું છે.આથી મોરબી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે જિલ્લાના આશરે 4 હજાર શિક્ષકોને અગાઉ મેળવેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમના અનુભવને કામે લાગી આ સંભવિત આપતિને પહોંચી વળવા જરૂર પડ્યે તંત્ર સાથે રહીને રાહત તથા બચાવની કામગીરીમાં જોડાવવાની અપીલ કરી છે.

- text

મોરબી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ સરડવા તથા મહામંત્રી વિરમભાઈ દેસાઈ અને જિલ્લા સંઘ તેમજ તમામ ઘટક સંઘોની ટીમોએ મોરબી જિલ્લાના અંદાજે 4000 જેટલા પ્રાથમિક શિક્ષકોને નમ્ર અરજ કરી છે કે,કલેકટર,મામલતદાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની મળેલી સૂચના મુજબ હાલ વાયુ વાવાઝોડું ખૂબજ તીવ્ર ગતિએ આગળ વઘી રહ્યું છે ત્યારે હાલ સમગ્ર વહીવટી તંત્ર તમામ કામોને છોડી માત્ર વાવાઝોડા સામે બચાવ,સલામતી અને રાહત માટે સક્રિય છે ત્યારે વિભાગને શિક્ષકો પાસે ખૂબ મોટી મદદની અને સહકારની અપેક્ષા છે.આવા સમયે તમામ શાળાના શિક્ષકો અને આચાર્યઓ વિભાગ,ગ્રામપંચાયત અને શાળા એસ.એમ.સી.સાથે જરૂરી સંકલન રાખી આવનાર આપત્તિ સામે શાળા અને ગ્રામ કક્ષાએ આપણી જવાબદારી સુપેરે નિભાવી શકીએ .મોટાભાગના શિક્ષકોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ પણ મેળવી છે.તેથી આ આપતિના સમયે શિક્ષકો તાલીમ અને આવડતનો પૂરતો ઉપયોગ કરી વહીવટી ટીમ સાથે ખડે પગે રહીને ફરજ પર સામાજિક ઉત્તરદાયિત્વની સાથે કર્તવ્યપરાયણતા નિભાવી વર્ક ઇઝ વર્કશીપ ની ભાવનાને ચરિતાર્થ કરવાની હાકલ કરી છે અને જ્યાં જયાં જરૂર જણાય ત્યાં આપતી દરમ્યાન અને આપતી બાદ બચાવ અને વ્યવસ્થાપન માટે સ્વયંભૂ શિક્ષકોની ટીમ બનાવી કાર્યરત રહેવા અપીલ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text