12મી જૂને મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ

- text


મહંત સ્વામીની પાવન ઉપસ્થિતિમાં 12 જૂનથી 16 જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

મોરબી : બીએપીએસ સંસ્થા દ્વારા મોરબી ખાતે ભવ્યાતિભવ્ય શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નિર્માણ પામનાર આ મંદિરનો શિલાન્યાસ સમારંભ 12 જૂનથી 16 જૂન સુધી ચાલનાર છે. જેમાં સંસ્થાના પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.

આવનારા સમયમાં મોરબીના મુકટમણી બની રહેનાર આ ભવ્યાતિભવ્ય મંદિરમાં સનાતન ધર્મના વૈદિક સ્વરૂપો બિરાજમાન કરવામાં આવનાર છે. પરંપરાગત ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાથી અલંકૃત બની રહેનારા આ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ મંદિરના પ્રેરણામૂર્તિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ સ્વામી પ.પૂ.મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા સંતો, મહાનુભાવો, અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં તારીખ 12/06/2019ને બુધવારે સવારે 08:30 થી 12:00 કલાક દરમ્યાન યોજાશે.

તારીખ 13જુનને ગુરુવારે બપોરે 01:00 થી 05:00 કલાક સુધી વિરાટ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 જુનને શુક્રવારે રાત્રે 07:00 થી 09:30 સુધી બનીએ મંદિર ઉમંગે કાર્યક્રમ યોજાશે. તારીખ 15 જુનને શનિવારે રાત્રે 07:00 કલાકથી 09:30 વાગ્યા સુધી શ્રી હરિકૃપા મહારાજનો રજતતુલા કાર્યક્રમ યોજાશે. જેમાં પ.પૂ.સ્વામીશ્રીના સ્પીમ દર્શનનો લ્હાવો હરિ ભક્તોને મળશે. જ્યારે સમારોહના સમાપન દીવસે તારીખ 16જુનને રવિવારે રાત્રે 07:00 કલાકથી કરીયે મંદિર ઉમંગે કાર્યક્રમ યોજાશે.

- text

જુલતા પુલની બાજુમાં આકાર લેનાર ભવ્યાતિભવ્ય મંદિર શિલાન્યાસ સમારોહમાં 12મી જૂને સવારે 10:30 થી 12:00 વાગ્યા દરમ્યાન મહોત્સવ સભાના આયોજન બાદ બપોરે 12:00 થી 01:30 દરમ્યાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી તરફથી તમામ હરિભક્તોને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text