મોરબી ઉપર બનેલું સૌપ્રથમ મોર્ડન સોન્ગ ‘જીજે ૩૬’ તા. ૧ મેએ થશે રિલીઝ

- text


૧૨ વર્ષથી મ્યુઝિક ફિલ્ડ સાથે સંકળાયેલા ડો. હર્ષવર્ધન ગઢવીનું સોન્ગ મોરબીવાસીઓના દિલ જીતી લેશે : ‘મોરબી અપડેટ’ રહેશે મીડિયા પાર્ટનર

મોરબી : છેલ્લા ૧૨ વર્ષથી મ્યુઝિક ફિલ્ડ સાથે સંકળાયેલા ડો. હર્ષવર્ધન ગઢવીએ મોરબી ઉપર સૌ પ્રથમ મોર્ડન સોન્ગ તૈયાર કર્યું છે. આ સોન્ગ આગામી તા. ૧ મેં ના રોજ સિલિઝ થવાનું છે. સોન્ગના મીડિયા પાર્ટનર તરીકે ‘મોરબી અપડેટ’ રહેશે.

મોરબીમાં રહેતા ડો. હર્ષવર્ધન ગઢવી છેલ્લા ૧૨ વર્ષથી સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેઓએ અત્યાર સુધીમાં ૨૦થી વધુ ગીતો તૈયાર કર્યા છે. આ ગીતોનું મ્યુઝિક, કમ્પોઝિંગ, સીગિંગ બધું તેઓએ જ કર્યું છે. હાલ તેઓએ મોરબીનું એકદમ હટકે હિપ હોપ રેપ ગીત જીજે ૩૬ તૈયાર કર્યું છે. આ ગીત મોરબી ઉપર બનેલું સૌ પ્રથમ ગીત છે. આ ગીતમાં આહલાદક રીતે પમોરબીની ઐતિહાસિક અને પ્રગતિની ગાથાનું વર્ણન કરાયું છે.

આ સોન્ગ આગામી તા. ૧મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસે રિલીઝ કરવામાં આવશે. આ સોન્ગના મીડિયા પાર્ટનર તરીકે ‘મોરબી અપડેટ’ રહ્યું છે. આ સોન્ગ ‘મોરબી અપડેટ’ તેમજ યુટ્યુબના માધ્યમ ઉપર રિલીઝ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ડો. હર્ષવર્ધન ગઢવીએ પુલવામાં ખાતે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રોશની સોન્ગ તૈયાર કર્યું હતું. જેને લોકો તરફથી ખૂબ પ્રતિસાદ મળ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text