મોરબીમાં આજે રાત્રે ગેસ પુરવઠો ખોરવાશે

- text


ગુજરાત ગેસ દ્વારા પાઇપલાઇન નેટવર્કનું ઇમરજન્સી કામ શરૂ કરાતા તમામ ગ્રાહકોને એલર્ટ કરાયા

મોરબી : મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને પાઇપલાઇન મારફતે અપાતા નેચરલ ગેસ પુરવઠામા લો પ્રેસરની સમસ્યા નિવારવા આજે ગુજરાત ગેસ દ્વારા ઇમરજન્સી નેટવર્કિંગનું કામ હાથ ધરાતાં ગેસ પુરવઠો ખોરવાઈ અથવા તો લો પ્રેસરની સમસ્યા સર્જાઇ તેવી દહેશત છે.

ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તમામ સિરામિક એકમોના ગ્રાહકોને સતાવાર યાદી આપી જાણ કરવામાં આવી છે જેમાં આજરોજ તારીખ ૨૬ એપ્રિલ ૨૦૧૯ના રાત્રીના ૮ :૦૦ થી આવતીકાલ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં નેટવર્કનું ઇમર્જન્સી કામકાજ કરવાનું હોવાથી ગેસ પુરવઠામાં અથવા દબાણમાં આંશિક ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દરમિયાન પીપળી રોડ માટે ખાસ લો પ્રેસરની સમસ્યા નિવારવા નવી પાઇપલાઇન બિછાવવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે અને બે દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ જાય તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text