મોરબીની ડેમુ ટ્રેનનું એન્જીન વાંકાનેર જકશને બંધ પડી જતા મુસાફરો પરેશાન

- text


વાંકાનેર રેલવે સ્ટેશને ખાસ્સો સમયથી સુધી મુસાફરોને બેસી રહેવું પડયું

મોરબી : મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન આજે બપોરે વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેનનું એન્જીન બંધ પડી ગયુ હતું. તેથી મુસાફરોને ખાસ્સો સમય સુધી વાંકાનેર રેલવે સ્ટેશને બેસી રહેવું પડયું હતું અને મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. અંતે માળીયા વચ્ચે દોડતી ડેમુ ટ્રેન આ રૂટમાં દોડાવી પડી હતી.


મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનનું એન્જીન આજે બપોરે વાંકાનેર રેલવે સ્ટેશને બંધ થઈ ગયું હતું.જેથી આ ડેમુ ટ્રેન ઉપડી જ ન હતી. જોકે આ ટ્રેન બપોરના પોણા એક વાગ્યે મોરબી પહોંચે છે.પરંતુ વાંકાનેરથી ટ્રેન ન ઉપડતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. અને ઘણો સમય સુધી વાંકાનેર રેલવે સ્ટેશને બેસી રહેવું પડયું હતું. જોકે મોરબીથી 1ને 5 મિનિટે ઉપડતી ટ્રેન 1.55 વાગ્યે મોરબીથી રવાના થઈ હતી અને વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન બધ પડી જતા માળીયાથી ડેમુ ટ્રેન દોડાવી પડી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text