લીલાપરમાં વિરમ ચાવડાની મેલડી માતાજી ગૃપ દ્વારા ચાલી રહી છે દેવી ભાગવત કથા

- text


જુનાગઢની સંસ્થાના દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ બાળકોને કથા સ્થળે આમંત્રી સંસ્થાને રૂ.૪૭૦૦૦ની ધનરાશી અર્પણ કરાઈ

મોરબી : તાલુકાના લીલાપર ગામે “વિરમ ચાવડાની મેલડી માતાજી” યુવાગૃપ તેમજ સમસ્ત ગામના સહયોગ દ્વારા મેલડી માતાજીના મંદિરે નવ દિવસીય દેવી ભાગવત કથા ચાલી રહી છે. વિરમ ચાવડાની મેલડી માતાજીના ભુવાશ્રી, બાબુભાઈ અણદાભાઈ ખાંભલા તેમજ તેમના ગૃપ દ્વારા આયોજિત દેવી ભાગવત કથાનું રસપાન પ્રખ્યાત કથાકાર જામનગરવાળા નિખિલ શાસ્ત્રી દ્વારા પિરસવામા આવી રહ્યું છે. આ કથામા જુનાગઢની એક સંસ્થાના આશરે ૨૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ બાળકોને લીલાપર કથા સ્થળે આમંત્રણ આપી ભાવથી જમાડીને યુવાગૃપ દ્વારા આ બાળકો માટે ઝોળી ફેરવીને ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરુપે ૪૭૦૦૦ રુપીયાની ધનરાશી અેકઠી કરીને આ સંસ્થાને અર્પણ કરવામા આવી હતી

- text

“પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર,
દાન કિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર”ની ઉક્તિને વિરમ ચાવડાની મેલડી માતાજી ગૃપ તેમજ ગામ લોકોઅે સાર્થક કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text