મોરબીમાં પોલીસ અને એસઆરપીના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું

- text


મોરબી : મોરબીમાં આજે પોલીસ અને એસઆરપીના જવાનોએ શહેરના મુખ્ય રસ્તાઓ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. વિશાળ સંખ્યામાં જવાનોના શિસ્તબદ્ધ રીતે થયેલા આ ફૂટ પેટ્રોલિંગનો નજારો અનેક લોકોએ નિહાળ્યો હતો.

- text

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે. જે સંદર્ભે આજે એ ડિવિઝન પોલીસ અને એસઆરપીના જવાનોએ રવાપર રોડ અને શનાળા રોડ સહિતના મુખ્ય રસ્તાઓ પર ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં પીઆઇ ચૌધરી, પીએસઆઇ ઝાલા અને સી.એચ. શુક્લ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.

- text