મોરબી નવયુગ બી.એડ. કોલેજની વિદ્યાર્થીની ધારીયાની સપના 94.72 ટકા સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે, જુઓ ઇન્ટરવ્યૂ

મોરબી : નવયુગ શિક્ષણિક સંકુલમાં આવેલી નવયુગ બી.એડ. કોલેજની વિદ્યાર્થીની ધારીયાની સપના બી.એડ સેમ.3માં 94.72 ટકા સાથે મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતા કોલેજ તથા મોરબી ગૌરવિંત થયું છે.

સપના માટે કહી શકાય કે ” મંઝિલ ઉનહી કો મિલતી હે જિનકે દિલો મેં જાન હોતી હે, પાંખો સે કુછ નહિ હોતા, હોંસલો સે ઉડાન હોતી હે.” મોરબી અપડેટ સાથે વાત કરતા સપનાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે હાલમાં એન્જીનીયરીંગ અને ડૉક્ટર બનવાનો ટ્રેન્ડ છે પણ મેં બી.એડ પસંદ કર્યું કારણકે આ અભ્યાસક્રમથી વ્યક્તિમાં હિંમત અને સાહસના ગુણ વિકસે છે. વળી સ્ટેજ પરથી પર્ફોમન્સ આપતા સમયે સેંકડો લોકો સાથે સીધો વાર્તાલાપ કરવા મળે છે. ભાવિ નાગરિકોને માર્ગદર્શન આપવાની તક સાંપડે છે. આવા વિવિધ કારણોથી મેં બી.એડ કરવાનું નક્કી કર્યું જેમાં મને પરિવાર તેમજ સંસ્થાના વડા પી.ડી. કાંજીયા સાહેબનો ખૂબ સાથ અને સહકાર મળ્યો.

નવયુગ બી.એડ. કોલેજની છાત્રા સપના અને કોલેજના પ્રિન્સિપાલ શિવાનીબહેને પણ મોરબી અપડેટ સાથે મુલાકાત કરીને એમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. જુઓ વિશેષ ઇન્ટરવ્યૂ..

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news